સ્કીપ ટુ કન્ટેન્ટ

શું યહોવાના સાક્ષીઓએ અમુક ફિલ્મ, પુસ્તક કે ગીત પર પ્રતિબંધ મૂક્યો છે?

શું યહોવાના સાક્ષીઓએ અમુક ફિલ્મ, પુસ્તક કે ગીત પર પ્રતિબંધ મૂક્યો છે?

ના. અમારું સંગઠન કોઈ ફિલ્મ, પુસ્તક કે ગીત જોઈને સભ્યોને જણાવતું નથી કે, તેઓએ એનાથી દૂર રહેવું જોઈએ. શા માટે?

બાઇબલ દરેકને ઉત્તેજન આપે છે કે, તેઓ ખરું-ખોટું પારખવા ‘પોતાની સમજશક્તિને’ કેળવે.—હિબ્રૂઓ ૫:૧૪.

શાસ્ત્રવચનો અમુક સિદ્ધાંતો આપે છે, જે ઈશ્વરભક્તોને મનોરંજનની a પસંદગીમાં મદદ કરી શકે. જીવનનાં બીજાં પાસાંઓની જેમ, આપણો ધ્યેય ‘પ્રભુને શું પસંદ પડે છે, એ પારખવાનું છે.’—એફેસીઓ ૫:૧૦.

બાઇબલ શીખવે છે કે કુટુંબના વડા ચાહે તો કુટુંબના સભ્યોને અમુક મનોરંજન માટે ના કહી શકે. એ તેમનો અધિકાર છે. (૧ કોરીંથીઓ ૧૧:૩; એફેસીઓ ૬:૧-૪) કોઈ ફિલ્મ, ગીત કે કલાકાર પર પ્રતિબંધ મૂકવાનો કુટુંબના વડા સિવાય બીજા કોઈને અધિકાર નથી.—ગલાતીઓ ૬:૫.

a દાખલા તરીકે, ભૂતપિશાચ, અનૈતિકતા કે હિંસા કરવા પ્રેરતી બાબતોથી દૂર રહેવાનું બાઇબલ જણાવે છે.—પુનર્નિયમ ૧૮:૧૦-૧૩; એફેસીઓ ૫:૩; કોલોસીઓ ૩:૮.