નીતિવચનો ૧૦:૧-૩૨

  • બુદ્ધિશાળી દીકરો પિતાને આનંદ આપે છે ()

  • મહેનતુ હાથ અમીર બનાવે છે ()

  • ઘણું બોલીને માણસ અપરાધ કરી બેસે છે (૧૯)

  • યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે (૨૨)

  • યહોવાનો ડર આયુષ્ય વધારે છે (૨૭)

૧૦  સુલેમાનનાં નીતિવચનો:*+બુદ્ધિશાળી દીકરો પોતાના પિતાને આનંદ આપે છે,+પણ મૂર્ખ દીકરો પોતાની માતાને દુઃખી કરે છે.  ૨  દુષ્ટ કામોથી ભેગો કરેલો ખજાનો કંઈ કામનો નથી,પણ નેક કામો મોતના મોંમાંથી બચાવે છે.+  ૩  યહોવા નેક* માણસને કદી ભૂખે મરવા નહિ દે,+પણ તે દુષ્ટની લાલસાને ધૂળમાં મેળવી દેશે.  ૪  આળસુ હાથ માણસને ગરીબ બનાવે છે,+પણ મહેનતુ હાથ તેને અમીર બનાવે છે.+  ૫  ઉનાળામાં ફસલ ભેગી કરનાર દીકરો સમજુ છે,પણ કાપણીના સમયમાં ઊંઘી રહેનાર દીકરો શરમમાં મુકાય છે.+  ૬  નેકના માથે આશીર્વાદ વરસે છે,+પણ દુષ્ટની વાતોમાં હિંસા છુપાયેલી છે.  ૭  સારા* માણસને યાદ કરીને* આશીર્વાદ આપવામાં આવે છે,+પણ દુષ્ટનું નામ ભૂંસાઈ જાય છે.*+  ૮  શાણો માણસ સલાહ* સ્વીકારશે,+પણ મૂર્ખાઈની વાતો કરનારનો નાશ થશે.+  ૯  ઈમાનદારીથી ચાલતો માણસ સલામત રહેશે,+પણ બેઈમાની કરનાર પકડાઈ જશે.+ ૧૦  દગો કરવા આંખ મારનાર દુઃખ લાવે છે+અને મૂર્ખાઈની વાતો કરનારનો નાશ થાય છે.+ ૧૧  નેક માણસની વાતો જીવનનો ઝરો છે,+પણ દુષ્ટની વાતોમાં હિંસા છુપાયેલી છે.+ ૧૨  નફરતથી ઝઘડા ઊભા થાય છે,પણ પ્રેમ બધા અપરાધો ઢાંકી દે છે.+ ૧૩  સમજુ માણસના હોઠે બુદ્ધિની વાતો નીકળે છે,+પણ અણસમજુની પીઠ પર સોટી પડે છે.+ ૧૪  બુદ્ધિશાળી લોકો જ્ઞાનનો સંગ્રહ કરે છે,+પણ દુષ્ટનું મોં આફત નોતરે છે.+ ૧૫  અમીરની દોલત તેના માટે કોટવાળું શહેર છે,પણ ગરીબની ગરીબાઈ તેને બરબાદ કરી દે છે.+ ૧૬  નેકનાં કામો જીવન તરફ લઈ જાય છે,પણ દુષ્ટનાં કામો પાપ તરફ લઈ જાય છે.+ ૧૭  શિસ્ત* સ્વીકારનાર બીજાઓને જીવનના માર્ગે દોરે છે,*પણ ઠપકો ન સ્વીકારનાર બીજાઓને ગેરમાર્ગે દોરે છે. ૧૮  નફરત ભરી રાખનાર જૂઠું બોલે છે+અને બીજાઓની નિંદા કરનાર* મૂર્ખ છે. ૧૯  ઘણું બોલીને માણસ અપરાધ કરી બેસે છે,+પણ જીભ પર કાબૂ રાખનાર સમજુ છે.+ ૨૦  નેકની વાતો ઉત્તમ ચાંદી જેવી છે,+પણ દુષ્ટના વિચારોની* કોઈ કિંમત નથી. ૨૧  નેક માણસની વાતો ઘણાનું પોષણ કરે છે,*+પણ મૂર્ખ માણસ અબુધ હોવાથી માર્યો જાય છે.+ ૨૨  યહોવાનો આશીર્વાદ માણસને ધનવાન* બનાવે છે+અને એની સાથે તે કોઈ દુઃખ* આપતા નથી. ૨૩  મૂર્ખ માટે શરમજનક કામો રમત જેવાં છે,પણ સમજુ માણસ બુદ્ધિ શોધે છે.+ ૨૪  દુષ્ટને જેનો ડર હોય છે, એ જ તેના માથે આવી પડશે,પણ નેકની ઇચ્છાઓ પૂરી કરવામાં આવશે.+ ૨૫  વાવાઝોડું આવશે ત્યારે દુષ્ટનો સફાયો થઈ જશે,+પણ નેક માણસ મજબૂત પાયાની જેમ કાયમ ટકી રહેશે.+ ૨૬  જેમ સરકો* દાંતને અને ધુમાડો આંખને હેરાન કરે છે,તેમ આળસુ માણસ પોતાના માલિકને* હેરાન કરે છે. ૨૭  યહોવાનો ડર આયુષ્ય વધારે છે,+પણ મૂર્ખનાં વર્ષો ઓછાં કરવામાં આવશે.+ ૨૮  નેક માણસની આશા* ખુશી લાવે છે,+પણ મૂર્ખની આશા મરી પરવારશે.+ ૨૯  સાચા* માણસ માટે યહોવાનો માર્ગ મજબૂત કિલ્લો છે,+પણ દુષ્ટ માટે એ વિનાશ છે.+ ૩૦  નેક માણસ કાયમ ટકી રહેશે,*+પણ દુષ્ટ માણસ પૃથ્વી પર કાયમ ટકશે નહિ.+ ૩૧  નેક માણસના મુખે બુદ્ધિની વાતો નીકળે છે,પણ કપટી જીભને કાપી નાખવામાં આવશે. ૩૨  નેક માણસના હોઠો ખુશી આપવાનું જાણે છે,પણ દુષ્ટના મોઢે કપટી વાતો નીકળે છે.

ફૂટનોટ

અથવા, “કહેવતો; સુવાક્યો.” શબ્દસૂચિ જુઓ.
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
અથવા, “માણસની શાખને.”
મૂળ, “નામ સડી જાય છે.”
મૂળ, “આજ્ઞાઓ.”
અથવા કદાચ, “પોતે જીવનના માર્ગ પર છે.”
અથવા, “અફવા ફેલાવનાર.”
મૂળ, “હૃદયની.”
અથવા, “ઘણાને માર્ગદર્શન આપે છે.”
અથવા, “સમૃદ્ધ.”
અથવા, “વેદના; મુશ્કેલી.”
એટલે કે, ખાટો દ્રાક્ષદારૂ.
અથવા, “મોકલનારને.”
અથવા, “અપેક્ષા.”
અથવા, “પ્રમાણિક.” શબ્દસૂચિમાં “પ્રમાણિક” જુઓ.
અથવા, “કદી પડશે નહિ.”