સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

વિશ્વ પર નજર

વિશ્વ પર નજર

અમેરિકા

અમેરિકામાં નિવૃત્ત થયેલા સૈનિકોમાંથી રોજ ૨૦થી વધારે વ્યક્તિઓ આત્મહત્યા કરે છે. યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઑફ વેટરન્સ અફેર્સ જે નિવૃત્ત સૈનિકોની સારસંભાળ રાખે છે, એમાંથી દર મહિને ૯૫૦ જણ આત્મહત્યાનો પ્રયત્ન કરે છે.

ચીન

‘ત્રીસ વર્ષથી નાની છોકરીઓ જેઓ પોતાનું શહેર છોડીને બીજા શહેરમાં નોકરી કરવા જાય છે, તેઓમાંથી લગભગ ૫૦ ટકા લગ્‍ન પહેલાં મા બને છે. ગઈ સદીની સરખામણીમાં હાલમાં કુંવારી મા બનવાની સંખ્યામાં ઘણો વધારો જોવા મળ્યો છે.’ એમ કહેવામાં આવે છે કે, ચીનના સમાજમાં ‘લગ્‍ન કર્યા વગર સાથે રહેવું સામાન્ય બની ગયું છે.’—ચાઈના ડેઇલી છાપાનો અહેવાલ.

ગ્રીસ

૧૯૭૪માં ગ્રીસમાંથી મલેરિયા લગભગ નાબૂદ કરવામાં આવ્યો હતો. આજે ફરી એ જોવા મળે છે. કારણ કે, પૈસાની અછતને લીધે જાહેર આરોગ્ય વ્યવસ્થામાં કાપ મૂકવામાં આવ્યો છે.

ભારત

એક સર્વે બતાવે છે કે પશ્ચિમના દેશોની જેમ, ભારતના સમાજમાં પણ ઝડપથી ફેરફારો થઈ રહ્યા છે. તોપણ, ૭૪ ટકા લોકો “પ્રેમ લગ્‍ન” કરવા કરતાં માબાપ નક્કી કરે તેની સાથે પરણવાનું વધુ પસંદ કરે છે. નવાઈની વાત એ છે કે ૮૯ ટકા લોકો અલગ રહેવાને બદલે સંયુક્ત કુટુંબમાં રહેવાનું પસંદ કરે છે.

ઇટાલી

‘યુરોપ અને અમેરિકા જેવા અમીર દેશોમાં કૅથલિક ચર્ચ કમજોર થઈ ગયા છે. આપણી સંસ્કૃતિ જૂની થઈ ગઈ છે, આપણા ચર્ચ મોટા છે, આપણા કોન્વેન્ટ ખાલી છે અને ચર્ચના નિયમો વધી ગયા છે, આપણી વિધિઓ અને પોશાક ભપકાદાર છે. આજના સમય પ્રમાણે ચર્ચ ૨૦૦ વર્ષ પાછળ રહી ગયું છે.’—કૅથલિક કાર્ડિનલ કાર્લો મારિયા માર્ટિન સાથેનું ઇન્ટરવ્યૂ એક ઇટાલિયન ન્યૂઝ પેપરમાં છપાયું હતું.