સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પૃથ્વી ઈશ્વરની અમર ભેટ

પૃથ્વી ઈશ્વરની અમર ભેટ

પૃથ્વી ઈશ્વરની અમર ભેટ

વૈજ્ઞાનિકો આજે જાણે છે કે કોઈ પણ ગ્રહ પર જીવન માટે શું જરૂરી છે. પણ એના વિષે હજારો વર્ષ પહેલાં બાઇબલના પહેલા અધ્યાયમાં લખવામાં આવ્યું હતું કે પૃથ્વી પર એ બધું જ છે!

ઉત્પત્તિ ૧:૨ જણાવે છે કે જીવન માટે પુષ્કળ પાણી હોવું જોઈએ. એ માટે ગ્રહ સૂર્યથી યોગ્ય અંતરે હોવો જોઈએ, જેથી પાણી થીજી ન જાય કે વરાળ ન થઈ જાય. ઉત્પત્તિમાં સૂર્ય અને પૃથ્વી પર એની અસર વિષે વારંવાર જણાવે છે.

જીવન માટે એ ગ્રહ પર યોગ્ય વાતાવરણ હોવું જોઈએ. આના વિષે ઉત્પત્તિ ૧:૬-૮ એ જ કહે છે. પુષ્કળ ઑક્સિજન મળે એ માટે ઉત્પત્તિ ૧:૧૧, ૧૨ પ્રમાણે પૃથ્વી પર ઘાસ, વનસ્પતિ ને ઝાડ-પાન ઉગાડવામાં આવ્યા. ઢોરઢાંક માટે પણ પુષ્કળ ચારો જોઈએ. એ માટે સારી જમીન જોઈએ. એના વિષે ઉત્પત્તિ ૧:૯-૧૨ જણાવે છે. સારી મોસમ માટે એ ગ્રહ યોગ્ય અંતરે નમેલો હોવો જોઈએ. ચંદ્રનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીને એની ધરી પર એ જ રીતે નમાવેલી રાખે છે. ચંદ્રની ઉત્પત્તિ અને એનાથી થતા ફાયદા વિષે ઉત્પત્તિ ૧:૧૪, ૧૬ જણાવે છે.

ઈશ્વરભક્ત મુસાએ ઉત્પત્તિનું પુસ્તક સદીઓ પહેલાં લખ્યું. આજના મોર્ડન સાયન્સ વગર મુસાને એ બધી કેવી રીતે ખબર પડી? શું તે એ જમાનાના લોકોથી વધારે હોશિયાર હતા? ના એવું ન હતું. પણ તેમને તો ખુદ વિશ્વના સર્જનહારે એ બધું જણાવ્યું હતું. એટલે જ સાયન્સની નજરે પણ ઉત્પત્તિનો રિપોર્ટ સાચો છે.

બાઇબલ જણાવે છે કે ઈશ્વરે વિશ્વ કેમ રચ્યું. એ કહે છે કે ‘આકાશો તે ઈશ્વર યહોવાહનાં આકાશો છે; પણ પૃથ્વી તેમણે માણસોને આપી છે.’ (ગીતશાસ્ત્ર ૧૧૫:૧૬) બાઇબલ એમ પણ કહે છે કે તેમણે ‘કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો નાખ્યો છે.’ (ગીતશાસ્ત્ર ૧૦૪:૫) એ જ બતાવે છે કે પૃથ્વી, અરે આખું વિશ્વ ઈશ્વરની કરામત છે. એટલે આપણને ભરોસો હોવો જ જોઈએ કે તે પૃથ્વીને ઊની આંચ પણ નહિ આવવા દે. તે ગૅરન્ટી આપે છે કે ‘ન્યાયી લોકો પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’ (ગીતશાસ્ત્ર ૩૭:૨૯) એટલે બાઇબલ જણાવે છે કે ‘ઈશ્વરે પૃથ્વીને ઉજ્જડ રહેવા સારૂં ઉત્પન્‍ન કરી નથી, તેણે વસ્તીને સારૂં એને બનાવી છે.’ જેઓ યહોવાહને વિશ્વના રચનાર માને છે, તેમને જ ભજે છે, તેઓને તે પૃથ્વી પર અમર જીવનનો આશીર્વાદ આપશે!—યશાયાહ ૪૫:૧૮.

એના વિષે લોકોને શીખવવા યહોવાહે ઈસુને પૃથ્વી પર મોકલ્યા. ઈસુએ શીખવ્યું કે જેઓ ઈશ્વરના કહેવા પ્રમાણે જીવશે તેઓને અમર જીવન મળશે. (યોહાન ૩:૧૬; પ્રકટીકરણ ૭:૯, ૧૪) પણ જેઓ ‘પૃથ્વીનો નાશ કરનારા છે તેઓનો ઈશ્વર નાશ કરે એ સમય આવી પહોંચ્યો છે.’ (પ્રકટીકરણ ૧૧:૧૮) એ પછી ઇન્સાન યહોવાહની કરામત વિષે શીખતો જ રહેશે. સદાયે યહોવાહની વાહ વાહ પોકારતો રહેશે!—સભાશિક્ષક ૩:૧૧; રૂમી ૮:૨૧. (w 07 2/15)

[Picture Credit Line on page 8]

NASA photo