ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જુલાઈ ૨૦૧૫

આ અંકમાં ઑગસ્ટ ૩૧થી સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૫ માટેના અભ્યાસ લેખો છે.

તેઓએ પોતાને ખુશીથી સોંપી દીધા—રશિયામાં

રશિયામાં જ્યાં પ્રકાશકોની વધારે જરૂર છે, ત્યાં પરિણીત અને અપરિણીત લોકો સેવા આપવા ગયા છે. તેઓ વિશે વાંચો. તેઓ યહોવા પર વધુ ભરોસો રાખતા શીખ્યા છે!

સંપ અને શાંતિના માહોલની સુંદરતા વધારીએ!

સંપ અને શાંતિનો માહોલ કઈ રીતે સાચી ભક્તિની ગોઠવણ સાથે જોડાયેલાં છે? પાઊલે ‘ત્રીજા આકાશમાં’ કયો ‘પારાદેશ’ જોયો?

‘કપરા દિવસો’માં યહોવાની સેવા

તમે કઈ રીતે પોતાની શ્રદ્ધા મક્કમ બનાવી શકો અને યહોવાની સેવામાં લાગુ રહી શકો? બાઇબલ સમયના વૃદ્ધ સેવકોનો વિચાર કરો જેઓએ ખુશીથી ઈશ્વરની ભક્તિ કરી હતી.

“તમારો ઉદ્ધાર પાસે આવ્યો છે”!

મોટી વિપત્તિ શરૂ થયા પછી લોકોને કયો સંદેશો આપવામાં આવશે? એ સમય દરમિયાન અભિષિક્તો સાથે શું બનશે?

કોઈ છે જે તમારું કામ હંમેશાં ધ્યાનમાં લે છે!

બસાલએલ અને આહોલીઆબનો દાખલો આપણને એ સમજવા મદદ કરે છે કે કોઈ બીજું આપણું કામ ધ્યાનમાં લે કે ન લે, યહોવા આપણું કામ જરૂર ધ્યાનમાં લે છે.

ઈશ્વરના રાજ્યને વફાદાર બની રહીએ!

યહોવા અને તેમના રાજ્યને વફાદાર રહેવાની તાલીમ ઈશ્વરભક્તો પોતાને કઈ રીતે આપી શકે?

રાજ્યગૃહ—ઉપાસનાનું આપણું સ્થળ

ઉપાસનાનાં આપણાં સ્થળો માટે આપણે કઈ રીતે આદર બતાવીએ છીએ? રાજ્યગૃહનાં બાંધકામ અને જાળવણી પાછળ થતા ખર્ચાને કઈ રીતે પૂરો પાડવામાં આવે છે?

શું તમે જાણો છો?

બાઇબલ જણાવે છે કે વચનના દેશના અમુક ભાગ જંગલોથી છવાયેલા હતા. પરંતુ, આજે એ વિસ્તારોમાં જંગલ જોવાં મળતાં નથી, માટે પ્રશ્ન થઈ શકે કે શું ત્યાં ક્યારેય જંગલો હતાં?