સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘શું ઈશ્વરને મારી કંઈ પડી છે?’

‘શું ઈશ્વરને મારી કંઈ પડી છે?’

‘શું ઈશ્વરને મારી કંઈ પડી છે?’

લોકો કહે છે:

▪ “હું કોણ કે ઈશ્વર મારી ચિંતા કરે?”

▪ “ઈશ્વરને મારી કંઈ પડી નથી.”

ઈસુએ શું કહ્યું?

▪ ઈસુએ શીખવ્યું કે ઈશ્વર આપણને જીવની જેમ ચાહે છે. તેમણે કહ્યું: ‘શું પાંચ ચકલી બે પૈસે વેચાતી નથી? તોપણ ઈશ્વરની દૃષ્ટિમાં તેઓમાંની એકે ભૂલાતી નથી. પરંતુ તમારા માથાના વાળ પણ સઘળા ગણાએલા છે. બીહો મા, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.’—લુક ૧૨:૬, ૭.

▪ ઈશ્વર જાણે છે કે આપણને શાની જરૂર છે. એના વિષે ઈસુએ કહ્યું: ‘અમે શું ખાઈએ, અથવા શું પીઈએ, અથવા શું પહેરીએ, એમ કહેતા ચિંતા ન કરો. એ સઘળું તો દુનિયાના લોકો શોધે છે; તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે.’—માત્થી ૬:૩૧, ૩૨.

બાઇબલ બતાવે છે કે ઈશ્વર આપણી સંભાળ રાખે છે. (ગીતશાસ્ત્ર ૫૫:૨૨; ૧ પીતર ૫:૭) તો પછી જીવનમાં કેમ આટલી બધી તકલીફો છે? ઈશ્વર કેમ કંઈ કરતા નથી?

ઘણા લોકો એના જવાબ જાણતા નથી. પણ બાઇબલ બતાવે છે કે શેતાન નામનો એક દુષ્ટ સ્વર્ગદૂત દુનિયા પર રાજ કરે છે. તેણે પોતે ઈસુને એ રાજગાદીની ઑફર કરતા કહ્યું: “આ બધાનો અધિકાર તથા મહિમા હું તને આપીશ; કેમકે એ મારે સ્વાધીન કરેલું છે; અને જેને હું આપવા ચાહું તેને હું આપું છું.”—લુક ૪:૫-૭.

શેતાન કઈ રીતે દુનિયાનો રાજા બન્યો? શરૂઆતમાં જ આદમ ને હવાએ ઈશ્વર યહોવાહને બદલે, શેતાનનું કહેવું માન્યું. આમ તેઓએ શેતાનને પોતાનો રાજા બનાવ્યો. યહોવાહે શેતાનને રાજ ચલાવવા દીધું, જેથી સર્વ જોઈ શકે કે એ રાજ સાવ નકામું છે. યહોવાહ કોઈને બળજબરી કરતા નથી. પણ રાજી-ખુશીથી તેમની ભક્તિ કરનારા માટે માર્ગ ખોલ્યો છે.—રૂમી ૫:૧૦.

ઈશ્વર આપણી સંભાળ રાખે છે. એટલે આપણને શેતાનના રાજમાંથી આઝાદ કરવા તેમણે પગલાં લીધાં. જલદી જ ઈસુ “મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ” કરશે. (હેબ્રી ૨:૧૪) તે “શેતાનનાં કામનો નાશ” કરશે.—૧ યોહાન ૩:૮.

પછી આખી પૃથ્વી સ્વર્ગ જેવી સુંદર બની જશે. ઈશ્વર ‘આપણી આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેશે.’—પ્રકટીકરણ ૨૧:૪, ૫. * (w09 2/1)

[ફુટનોટ્‌સ]

^ ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે? એના વિષે વધારે જાણવા યહોવાહના સાક્ષીઓનું પુસ્તક પવિત્ર બાઇબલ શું શીખવે છે? પ્રકરણ ૧૧ જુઓ.

[પાન ૮ પર બ્લર્બ]

પૃથ્વી ફરી સ્વર્ગ જેવી સુંદર બનશે