સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્વર્ગમાં ઈશ્વરને જ પ્રાર્થના કરીએ

સ્વર્ગમાં ઈશ્વરને જ પ્રાર્થના કરીએ

સ્વર્ગમાં ઈશ્વરને જ પ્રાર્થના કરીએ

ઈશ્વરે કેટલીક જવાબદારીઓ સ્વર્ગદૂતોને સોંપી છે. જેમ કે, ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર રાજ કરવાની જવાબદારી સોંપી છે. કેટલાક દૂતોને ઈશ્વરના રાજ્ય વિષે ખુશખબર ફેલાવવાના કામમાં મદદ કરવાની જવાબદારી સોંપી છે. (પ્રકટીકરણ ૧૪:૬) પરંતુ પ્રાર્થના સાંભળવાની વાત આવે છે ત્યારે, એ જવાબદારી તેમણે કોઈને સોંપી નથી. એ જવાબદારી તેમણે ફક્ત પોતાની પાસે રાખી છે. એટલે આપણે ઈશ્વરને જ પ્રાર્થના કરવી જોઈએ.

યહોવાહ “પ્રાર્થનાના સાંભળનાર” છે. (ગીતશાસ્ત્ર ૬૫:૨) તે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે અને એનો જવાબ આપે છે. પ્રાર્થના વિષે યહોવાહના ભક્ત યોહાને સાથી ભાઈઓને કહ્યું: આપણને ખાતરી છે કે ‘જો આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કંઈ માગીએ, તો તે આપણું સાંભળે છે. આપણે જાણીએ છીએ કે જે કંઈ આપણે માગીએ તે વિષે તે આપણું સાંભળે છે. આપણે એ પણ જાણીએ છીએ કે તેની પાસે જે માંગ્યું છે તે આપણને મળે છે.’—૧ યોહાન ૫:૧૪, ૧૫.

સ્વર્ગદૂતો નથી ઇચ્છતા કે આપણે તેઓનો સંપર્ક કરીએ કે તેઓને પ્રાર્થના કરીએ. તેઓ ઈશ્વરની પ્રાર્થનાની ગોઠવણને સમજે છે અને ટેકો આપે છે, પછી ભલે એમાં તેઓનો પણ સમાવેશ થતો હોય. કઈ રીતે? ઈશ્વરભક્ત દાનીયેલે યરૂશાલેમના વિનાશ વિષે યહોવાહને પ્રાર્થના કરી ત્યારે, તેમણે જવાબમાં ગાબ્રીએલ દૂત દ્વારા ઉત્તેજનભર્યો સંદેશો મોકલ્યો હતો.—દાનીયેલ ૯:૩, ૨૦-૨૨.

શું ગુજરી ગયેલા વાત કરી શકે?

શું ગુજરી ગયેલાઓનો આપણે સંપર્ક કરવો જોઈએ? આપણે એવી ઘણી વાતો સાંભળી હશે, જેમાં લોકોએ મૃત્યુ પામેલાઓના આત્મા સાથે વાત કરી હોય. આયર્લૅન્ડની એક સ્ત્રીનો દાખલો લો. તેને કોઈ વ્યક્તિએ કહ્યું કે આગલી રાત્રે તેણે એ સ્ત્રીના પતિ ફ્રેડ સાથે વાત કરી હતી. જ્યારે કે ફ્રેડ તો કેટલાંક અઠવાડિયાં પહેલાં ગુજરી ગયો હતો! એ વ્યક્તિએ પછી ફ્રેડના આત્માએ કહેલી અમુક વાતો એ સ્ત્રીને જણાવી. આ એવી વાતો હતી જે ફ્રેડ અને તેની પત્ની જ જાણતા હતા. જરા વિચાર કરો, આ બનાવ પછી ફ્રેડની પત્ની માટે એ માનવું કેટલું સહેલું હશે કે તેના પતિનો આત્મા છે અને પેલી વ્યક્તિ દ્વારા તે પોતાની સાથે વાત કરે છે. જ્યારે કે બાઇબલ એનાથી કંઈક અલગ જ શીખવે છે કે મરણ પછી વ્યક્તિનું શું થાય છે. એ વિષે વધારે જાણવા નીચેનું બૉક્સ જુઓ.

તો પછી હકીકત શું છે? શું આત્મા જેવું કંઈ છે? ના. ખરેખર તો દુષ્ટ દૂતો એવો ડોળ કરે છે કે તેઓ મૃત્યુ પામેલી વ્યક્તિ છે. ઉપરના પ્રસંગમાં કોઈ દુષ્ટ દૂતે ફ્રેડ તરીકે વાત કરી હતી. એની પાછળ તેઓનો શું આશય છે? તેઓ લોકોને બાઇબલના શિક્ષણથી દૂર લઈ જવા માગે છે. તેમ જ, યહોવાહ પરની શ્રદ્ધા ડગાવી નાખવા ચાહે છે. શેતાન અને તેના દુષ્ટ દૂતો ‘સર્વ પ્રકારનાં ખોટાં પરાક્રમો, ચિહ્‍નો તથા ચમત્કારો સાથે દરેક જાતના પાપરૂપ કપટ પ્રગટ કરે છે.’—૨ થેસ્સાલોનીકી ૨:૯, ૧૦.

આજે અમુક લોકો દાવો કરે છે કે ગુજરી ગયેલા ઓળખીતાના આત્મા સાથે અમુક તાંત્રિક ખરેખર વાત કરાવે છે. જો તેઓ ખરેખર સંપર્ક કરતા હોય તો, યહોવાહના દુશ્મનો, એટલે કે દુષ્ટ દૂતોનો સંપર્ક કરે છે. એવી જ રીતે, અમુક લોકો માને છે કે આ રીતે તેઓ ઈશ્વરની ભક્તિ કરે છે. પરંતુ એ તેઓની ભૂલ છે. આ વિષે ઈશ્વરભક્ત પાઊલે ઈશ્વરપ્રેરણાથી સખત ચેતવણી આપી કે, ‘તેઓ જે બલિદાન આપે છે તે ઈશ્વરને નહિ, પણ ભૂતપિશાચોને’ એટલે કે દુષ્ટ દૂતોને આપે છે.—૧ કોરીંથી ૧૦:૨૦, ૨૧.

આપણી સંભાળ રાખતા ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ, એ જાણ્યા પછી શા માટે બીજા કોઈને પ્રાર્થના કરીએ? આપણે તો ઈશ્વરને જ પ્રાર્થના કરવી જોઈએ. બાઇબલ ખાતરી આપે છે: “યહોવાહની નજર આખી પૃથ્વીનું નિરીક્ષણ કર્યા કરે છે, જેથી જેઓનું અંતઃકરણ તેની તરફ સંપૂર્ણ છે, તેઓને સહાય કરીને પોતે બળવાન છે એમ દેખાડી આપે.”—૨ કાળવૃત્તાંત ૧૬:૯. (w10-E 12/01)

[પાન ૯ પર બ્લર્બ]

આપણી સંભાળ રાખતા ઈશ્વરને પ્રાર્થના કરી શકીએ છીએ, એ જાણ્યા પછી શા માટે બીજા કોઈને પ્રાર્થના કરીએ?

[પાન ૮ પર બોક્સ/ચિત્ર]

ખોટી માન્યતા અને હકીકત

હકીકત: શેતાન ખરેખર છે

“શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે.”—૨ કોરીંથી ૧૧:૧૪.

“સાવચેત થાઓ, જાગતા રહો; કેમ કે તમારો વૈરી શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.”—૧ પીતર ૫:૮.

“જો તમે પાપ કર્યા જ કરો છો તો તમે શેતાનના છો. કેમ કે તે આરંભથી જ પાપ કર્યા કરે છે.”—૧ યોહાન ૩:૮, IBSI.

‘માટે તમે ઈશ્વરને આધીન થાઓ; પણ શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.’—યાકૂબ ૪:૭.

‘શેતાન મનુષ્યઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહિ. જૂઠું બોલવું તેના સ્વભાવમાં છે; કેમ કે તે જૂઠો અને જૂઠાનો બાપ છે.’—યોહાન ૮:૪૪.

ખોટી માન્યતા: મરણ પછી વ્યક્તિનો આત્મા ક્યાંક જાય છે

“તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસેવો ઉતારીને રોટલી ખાશે; કેમ કે તું તેમાંથી લેવાયો હતો; અને તું ધૂળ છે, ને પાછો ધૂળમાં મળી જશે.”—ઉત્પત્તિ ૩:૧૯.

“જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી.”—સભાશિક્ષક ૯:૫.

“જે કંઈ કામ તારે હાથ લાગે તે મન લગાડીને કર; કેમ કે જે તરફ તું જાય છે તે શેઓલમાં [કબરમાં] કંઈ પણ કામ, યોજના, જ્ઞાન અથવા બુદ્ધિ નથી.”—સભાશિક્ષક ૯:૧૦.

“તેનો પ્રાણ નીકળી જાય છે, તેનું શરીર ભૂમિમાં પાછું મળી જાય છે; તે જ દિવસે તેની ધારણાઓનો નાશ થાય છે.”—ગીતશાસ્ત્ર ૧૪૬:૪.

હકીકત: સ્વર્ગદૂતો આપણી સંભાળ રાખે છે

“યહોવાહના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે, અને તેમને છોડાવે છે.”—ગીતશાસ્ત્ર ૩૪:૭; ૯૧:૧૧.

‘શું તેઓ સર્વ સેવા કરનારા સ્વર્ગદૂતો નથી, તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલી દેવામાં આવ્યા નથી?’—હેબ્રી ૧:૧૪.

‘મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે સનાતન સુવાર્તા હતી. તે મોટે સાદે કહે છે, કે ઈશ્વરથી બીહો ને તેમને મહિમા આપો; કેમ કે તેમના ન્યાયકરણનો સમય આવ્યો છે; અને જેમણે આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા પાણીના ઝરાઓને ઉત્પન્‍ન કર્યાં, તેમની આરાધના કરો.’—પ્રકટીકરણ ૧૪:૬, ૭.

ખોટી માન્યતા: ઈસુ ઈશ્વરની સમાન છે

‘હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે; અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.’—૧ કોરીંથી ૧૧:૩.

‘જ્યારે ખ્રિસ્તના નિયંત્રણ નીચે બધી જ વસ્તુઓ આવશે. પછી પુત્ર (ખ્રિસ્ત) પોતે જ ઈશ્વરના નિયંત્રણને આધીન થશે. ઈશ્વર તે એક છે કે જે બધી વસ્તુઓને ખ્રિસ્તના નિયંત્રણમાં મૂકે છે તેથી ઈશ્વર બધી જ વસ્તુઓના સંપૂર્ણ શાસક બનશે.’—૧ કોરીંથી ૧૫:૨૮, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

‘હું તમને ખચીત કહું છું, કે દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો; કેમ કે તે જે જે કરે છે તે તે દીકરો પણ કરે છે.’—યોહાન ૫:૧૯.