સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘રાજ્યની આ સુવાર્તા પ્રગટ કરાશે’

‘રાજ્યની આ સુવાર્તા પ્રગટ કરાશે’

‘રાજ્યની આ સુવાર્તા પ્રગટ કરાશે’

“સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.”—માત્થી ૨૪:૧૪.

એનો શો અર્થ થાય: સુવાર્તાના એક લેખક લુકે નોંધ્યું કે ઈસુ ‘શહેરેશહેર તથા ગામેગામ ઉપદેશ કરતા તથા ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા ફર્યા.’ (લુક ૮:૧) ઈસુએ પોતે પણ કહ્યું: “ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.” (લુક ૪:૪૩) તેમણે પોતાના શિષ્યોને ખુશખબર ફેલાવવા શહેરોમાં અને ગામોમાં મોકલ્યા. તેમણે તેઓને કહ્યું કે “પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮; લુક ૧૦:૧.

પહેલાંના ખ્રિસ્તીઓએ એમ કઈ રીતે કર્યું હતું: ઈસુએ જે કામ સોંપ્યું હતું એ કરવા શિષ્યોએ જરા પણ સમય બગાડ્યો નહિ. ‘તેઓએ નિત્ય મંદિરમાં અને ઘરે ઘરે ઈસુ તે જ ખ્રિસ્ત છે એ વિષે શીખવવાનું તથા પ્રગટ કરવાનું છોડ્યું નહિ.’ (પ્રેરિતોનાં કૃત્યો ૫:૪૨) તેઓએ ફક્ત અમીરોને જ નહિ, પણ બધાને સંદેશો જણાવ્યો હતો. ઇતિહાસકાર નિએન્ડરે નોંધ્યું કે ‘ખ્રિસ્તીઓ વિરુદ્ધ લખનારો પહેલો લેખક સેલ્સસ હતો. તેણે એ વાતની મશ્કરી ઉડાવી કે ઊન કાંતનારાં, મોચી, ચમાર અને અભણ લોકો ઉત્સાહી પ્રચારકો હતા.’ જિન બર્નાડીએ પોતાના પુસ્તક ધી અર્લી સેન્ચુરીઝ ઑફ ધ ચર્ચમાં લખ્યું: ‘ખ્રિસ્તીઓએ દરેક જગ્યાએ અને દરેકને સંદેશો જણાવવાનો હતો. મુખ્ય માર્ગો, શહેરો, ચાર રસ્તાઓ અને ઘરે ઘરે જણાવવાનો હતો. કોઈ તેઓને આવકાર આપે કે ન આપે, તેઓએ આખી દુનિયામાં સંદેશો ફેલાવવાનો હતો.’

આજે એ પ્રમાણે કોણ કરે છે? એંગ્લિકન ચર્ચના પાદરી ડેવિડ વૉટસન કહે છે: ‘સંદેશો જાહેર કરવામાં અને શીખવવામાં ચર્ચો નિષ્ફળ ગયા છે. એટલે આજે ધર્મને લગતી બાબતોમાં લોકોની ભૂખ સંતોષાતી નથી.’ જોસે લુઈસ પેરેઝ ગ્વાડેલુપે પોતાના પુસ્તકમાં લખ્યું કે ઇવેન્જેલિકલ, એડવેન્ટિસ્ટ અને બીજા પંથના લોકો પ્રચાર કરવા “ઘરે ઘરે જતાં નથી.” પરંતુ, યહોવાના સાક્ષીઓ વિષે તેમણે લખ્યું કે “તેઓ વ્યવસ્થિત રીતે ઘરે ઘરે જાય છે.”—વાય આર ધ કૅથલિક લીવીંગ?

કેટો સુપ્રિમ કોર્ટના ૨૦૦૧-૨૦૦૨ના અહેવાલમાં જોનાથાન ટર્લીની એક રસપ્રદ અને વાસ્તવિક નોંધ જોવા મળે છે. તે આમ જણાવે છે: ‘યહોવાના સાક્ષીઓનું નામ સાંભળતા જ મોટા ભાગના લોકો કહેશે કે ઘરે ઘરે ગમે તે સમયે પહોંચી જતા પ્રચારકો. યહોવાના સાક્ષીઓ ફક્ત પોતાની માન્યતા ફેલાવવા જ ઘરે ઘરે જઈને શીખવતા નથી. પરંતુ, એમ કરવું તો તેઓની શ્રદ્ધાનો સૌથી અગત્યનો ભાગ છે.’ (w12-E 03/01)

[પાન ૭ પર બોક્સ]

શું તમે સાચા ખ્રિસ્તીઓને ઓળખી શક્યા છો?

આ અમુક લેખોમાં આપણે શાસ્ત્રને આધારે ચર્ચા કરી એ વિષે તમને શું લાગે છે? આજે સાચા ખ્રિસ્તીઓ કોણ છે? ભલે આજે હજારો પંથો ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે, પરંતુ ઈસુએ તેમના શિષ્યોને કહેલા આ શબ્દો ધ્યાનમાં રાખજો: ‘જેઓ મને પ્રભુ, પ્રભુ, કહે છે, તેઓ બધા આકાશના રાજ્યમાં જશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઇચ્છા પ્રમાણે કરે છે તેઓ જ જશે.’ (માત્થી ૭:૨૧) તેથી, જરૂરી છે કે આપણે શોધી કાઢીએ કે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે આજે કોણ કરે છે. એના પરથી દેખાઈ આવશે કે સાચા ખ્રિસ્તીઓ કોણ છે. તેઓની સંગતમાં રહેવાથી તમે ઈશ્વરના રાજ્યના કાયમી આશીર્વાદો મેળવી શકશો. તેથી, અમે તમને આમંત્રણ આપીએ છીએ કે આ મૅગેઝિન આપનારા યહોવાના સાક્ષીઓને મળો. તેમ જ, તેઓ પાસેથી ઈશ્વરના રાજ્ય અને એમાં મળનાર આશીર્વાદો વિષે વધુ માહિતી મેળવો.—લુક ૪:૪૩.