સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | શું મરણ મનુષ્યોનો અંત છે?

મરણ સામે માણસજાતની લડાઈ

મરણ સામે માણસજાતની લડાઈ

સમ્રાટ ચીન શી વ્હૉન

શોધક પૉન્સે ડે લેઓન

મરણ એક ખતરનાક દુશ્મન છે. આપણે એની સામે પોતાની શક્તિથી લડીએ છીએ. કોઈ વહાલી વ્યક્તિનું મરણ થાય ત્યારે, એ હકીકત સ્વીકારવા તૈયાર થતા નથી. અથવા યુવાનીના જોશમાં એવું વિચારીએ છીએ કે હું મરણનો શિકાર થવાનો જ નથી. અને જીવીએ ત્યાં સુધી એ ભ્રમમાં રહીએ છીએ.

અમુક લોકો અમર થવા વિશે ઇજિપ્તના પ્રાચીન ફેરો રાજાઓ કરતાં પણ વધારે વિચારતા હતા. મરણને જીતવાના પ્રયાસમાં તેઓએ પોતાનું અને હજારો કારીગરોનું જીવન બરબાદ કરી નાખ્યું. તેમણે બાંધેલા પિરામિડો તેમની શોધ અને નિષ્ફળતાના પુરાવા હતા.

ચીની સમ્રાટો પણ અમર થવા વિશે એવાં જ સપનાં જોતાં હતાં, પણ અલગ રીતે. જેમ કે, કાલ્પનિક જીવન અમૃત શોધીને. સમ્રાટ ચીન શી વ્હૉને પોતાના રસાયન વૈજ્ઞાનિકોને હુકમ કર્યો કે મૃત્યુ ના આવે એવી જાદુઈ દવા શોધી લાવે. પરંતુ, તેઓનાં બનાવેલા ઘણાં મિશ્રણમાં ઝેરી પારો હતો, અને એમાંના એક મિશ્રણથી કદાચ તેનું મોત થયું.

સોળમી સદીમાં નવી જગ્યાઓ શોધનાર સ્પૅનનો ચુવૉન પૉન્સે ડે લેઓન યુવાનીના ઝરાની શોધ કરવામાં કૅરેબિયન સમુદ્ર ખૂંદી વળ્યો. એ ઝરાને બદલે તેણે અમેરિકાનું ફ્લોરિડા શોધ્યું. પણ, થોડાં વર્ષો પછી અમેરિકાના રહેવાસીઓ સાથેની મારામારીમાં તે માર્યો ગયો. અને યુવાનીનો ઝરો આજ સુધી મળ્યો નથી.

ઇજિપ્તના પ્રાચીન ફેરો રાજાઓ, સમ્રાટો અને નવી જગ્યાના શોધકો મરણ પર જીત મેળવવાનું શોધતા હતા. શોધ કરવાની તેઓની રીતો ન ગમે, તોપણ આપણામાંનું કોણ એવું કહેશે કે તેમના એ ધ્યેયો ગાંડપણ હતા? હકીકતમાં, આપણે બધા હંમેશાં જીવવા માંગીએ છીએ.

શું મરણ પર જીત મેળવી શકાય?

શા માટે આપણે મરણ સામે લડીએ છીએ? બાઇબલ એનો જવાબ આપતા આપણા સર્જનહાર યહોવા ઈશ્વર * વિશે જણાવે છે: ‘તેમણે દરેક વસ્તુને એના યોગ્ય સમયે સુંદર બનાવી છે; વળી તેમણે માણસજાતના હૃદયમાં સનાતનપણું મૂક્યું છે.’ (સભાશિક્ષક ૩:૧૧) આપણે ફક્ત ૮૦ કે એથી વધુ વર્ષ નહિ પણ હંમેશ માટે આ ધરતીની સુંદરતાનો આનંદ માણવા ચાહીએ છીએ. (ગીતશાસ્ત્ર ૯૦:૧૦) એ જ આપણા દિલની ઇચ્છા છે.

ઈશ્વરે શા માટે આપણા હૃદયમાં “સનાતનપણું” મૂક્યું? શું નિરાશ કરવા માટે? એ માની જ ન શકાય. અરે, ઈશ્વર વચન આપે છે કે મરણ પર જીત મેળવવામાં આવશે. બાઇબલ વારંવાર જણાવે છે કે મરણને કાઢી નાખવામાં આવશે અને ઈશ્વરના વચન પ્રમાણે મનુષ્યને કાયમનું જીવન મળશે.—“મરણ પર જીત” બૉક્સ જુઓ.

ઈસુ ખ્રિસ્તે સ્પષ્ટ જણાવ્યું: ‘અનંતજીવન એ છે કે લોકો, તમને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યો છે તેમને ઓળખે.’ (યોહાન ૧૭:૩) તેથી, મરણ સામેની આપણી લડાઈ વ્યર્થ નથી. ઈસુ ખાતરી આપે છે કે આપણા માટે ફક્ત ઈશ્વર એ લડાઈ જીતી શકે છે. (w14-E 01/01)

^ ફકરો. 9 બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.