સ્કીપ ટુ કન્ટેન્ટ

શું ઈશ્વરનું રાજ્ય તમારા દિલમાં છે?

શું ઈશ્વરનું રાજ્ય તમારા દિલમાં છે?

શાસ્ત્રમાંથી જવાબ

 ના, ઈશ્વરનું રાજ્ય આપણા દિલમાં નથી અને એ દિલની હાલતને પણ બતાવતું નથી. a બાઇબલ એને “સ્વર્ગનું રાજ્ય” કહે છે. (માથ્થી ૪:૧૭) એનાથી જોવા મળે છે કે એ રાજ્ય સ્વર્ગમાં છે. બાઇબલમાં બતાવ્યું છે કે એ ઈશ્વરની રાજ કરવાની એક ગોઠવણ છે. ચાલો એના વિશે અમુક માહિતી જોઈએ:

 બાઇબલ એવું નથી શીખવતું કે ઈશ્વરનું રાજ્ય માણસોના દિલમાં છે. એના બદલે, એ શીખવે છે કે “રાજ્યનો સંદેશો” અથવા ‘રાજ્યની ખુશખબર’ વ્યક્તિનું દિલ બદલી શકે છે.—માથ્થી ૧૩:૧૯; ૨૪:૧૪.

“ઈશ્વરનું રાજ્ય તમારામાં છે” એનો અર્થ શું થાય?

 અમુક બાઇબલ ભાષાંતરોમાં લૂક ૧૭:૨૧નું જે રીતે ભાષાંતર થયું છે, એના લીધે અમુક લોકો સમજી નથી શકતા કે ઈશ્વરનું રાજ્ય ક્યાં છે. દાખલા તરીકે, પવિત્ર શાસ્ત્ર, OV બાઇબલ કહે છે: “ઈશ્વરનું રાજ્ય તમારામાં છે.” એ કલમને સારી રીતે સમજવા ચાલો એની આગળ-પાછળની કલમો તપાસીએ.

ઈશ્વરનું રાજ્ય એ હઠીલા ધર્મગુરુઓના દિલમાં ન હતું, જેઓએ ઈસુને મારી નાખ્યા હતા

 ઈસુ અહીં ફરોશીઓ સાથે વાત કરી રહ્યા હતા. ફરોશીઓ યહૂદીઓના ધર્મગુરુઓ હતા, જેઓ ઈસુનો વિરોધ કરતા હતા અને ઈસુને મારી નાખવામાં તેઓનો હાથ હતો. (માથ્થી ૧૨:૧૪; લૂક ૧૭:૨૦) શું એ માનવું યોગ્ય છે કે ઈશ્વરનું રાજ્ય એ હઠીલા ધર્મગુરુઓના દિલમાં હતું? ઈસુએ તેઓને કહ્યું હતું: “તમે . . . અંદરથી ઢોંગી અને દુષ્ટ છો.”—માથ્થી ૨૩:૨૭, ૨૮.

 અમુક બાઇબલ ભાષાંતરોથી સાફ સાફ જોવા મળે છે કે લૂક ૧૭:૨૧માં ઈસુ શું કહી રહ્યા હતા. જેમ કે, સંપૂર્ણ બાઇબલમાં એનું ભાષાંતર આ રીતે થયું છે: “ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે જ છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) નવી દુનિયા ભાષાંતર બાઇબલમાં લખ્યું છે: “ઈશ્વરનું રાજ્ય તો તમારી વચ્ચે છે.” સ્વર્ગનું રાજ્ય ફરોશીઓ “વચ્ચે” હતું, કારણ કે ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ તેઓની વચ્ચે હતા.—લૂક ૧:૩૨, ૩૩.

a ઘણા ખ્રિસ્તી પંથો એવું શીખવે છે કે ઈશ્વરનું રાજ્ય વ્યક્તિની અંદર છે અથવા તેના દિલમાં છે. દાખલા તરીકે, ધ કૅથલિક ઍન્સાઇક્લોપીડિયા જણાવે છે: ‘ઈશ્વરના રાજ્યનો અર્થ થાય કે ઈશ્વર આપણા દિલમાં રાજ કરે છે.’ એવી જ રીતે, સોળમા પોપ બેનેડિક્ટે પોતાના પુસ્તક જીસસ ઓફ નાઝરેથમાં લખ્યું,“જો આપણે દિલથી ઈશ્વર તરફ ધ્યાન આપીશું, તો ઈશ્વરનું રાજ્ય આવશે.”