ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જૂન ૨૦૧૭

આ અંકમાં જુલાઈ ૩૧–ઑગસ્ટ ૨૭, ૨૦૧૭ માટેના અભ્યાસ લેખો છે.

શું તમને યાદ છે?

છેલ્લા અમુક મહિનાના ચોકીબુરજ અંકો શું તમે ધ્યાનથી વાંચ્યા છે? એમાંના આ મુદ્દા, શું તમને યાદ છે?

બધી કસોટીઓમાં યહોવા દિલાસો આપે છે

આજે ઈશ્વરભક્તોએ લગ્નજીવનમાં અને કુટુંબમાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? અને જો આપણે એવી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હોઈએ, તો ઈશ્વર પાસેથી કેવી રીતે દિલાસો મેળવી શકીએ?

યહોવાએ આપેલા કીમતી ખજાના પર મન લગાડીએ

આપણે કયા ખજાનાનો આનંદ માણવો જોઈએ અને આપણે એ કઈ રીતે કરી શકીએ?

તમે દેખાવ જુઓ છો કે દિલ?

યહોવાના સાક્ષીએ જ્યારે એક બેઘર, ઉદ્ધત અને ચીતરી ચઢે એવા માણસને ધીરજ ધરીને વાત કરી, ત્યારે કેવું પરિણામ આવ્યું?

શું તમે તકરારનો હલ લાવીને શાંતિ જાળવશો?

લોકો ખરી શાંતિ ઝંખે છે. પણ, લોકોની પદવી કે ઘમંડને પડકારવામાં આવે ત્યારે તેઓ અશાંત મને વર્તે છે. એવું વર્તન તમે કઈ રીતે ટાળી શકો?

“તારી ચતુરાઈને ધન્ય હો”

આ શબ્દો પ્રાચીન સમયના દાઊદે અબીગાઈલ માટે કહ્યા હતા. દાઊદે શા માટે તેના વખાણ કર્યા? એ સ્ત્રી પાસેથી આપણે શું શીખી શકીએ?

સૌથી મહત્ત્વના સવાલને ભૂલી ન જઈએ

મનુષ્યો કયા એક મહત્ત્વના સવાલમાં સામેલ છે? એ વિશે ધ્યાન આપવું શા માટે જરૂરી છે?

યહોવાની સત્તાને ટેકો આપો!

વિશ્વ પર રાજ કરવાનો હક ફક્ત યહોવાને છે, એ જાણીને તમારા જીવન પર કેવી અસર થાય છે?

શું તમે જાણો છો?

યરૂશાલેમના મંદિરમાં પ્રાણીઓ વેચનારા વેપારીઓને ઈસુએ શા માટે ‘લુટારાઓ’ કહ્યા?