સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નફરત પર મેળવો જીત!

નફરત પર મેળવો જીત!

શું તમે કદી નફરતનો શિકાર બન્યા છો?

તમને કદાચ કોઈએ નફરત કરી ન હોય, પણ બીજાઓ સાથે એવું થતાં તમે ચોક્કસ જોયું હશે. તમે ઘણી વાર સમાચારોમાં પણ સાંભળ્યું હશે કે બીજાઓના દેશ, જાતિ, રંગ કે ધર્મને લીધે લોકો એકબીજાને નફરત કરે છે. એના લીધે મોટા મોટા ગુનાઓ કરે છે. એટલે ઘણા દેશોની સરકારોએ એવા કાયદા-કાનૂન બનાવ્યા છે, જેથી નફરતને લીધે ગુનો કરનારને કડકમાં કડક સજા કરી શકાય.

નફરતનો શિકાર બનેલા લોકો પણ બદલામાં નફરત કરે છે. તેઓ પણ ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. આમ નફરતનું ચક્ર ચાલ્યા જ કરે છે.

નફરતને લીધે કદાચ કોઈએ તમારી સાથે ભેદભાવ કર્યો હોય, તમને ખરું-ખોટું સંભળાવ્યું હોય, મહેણાં માર્યા હોય કે ધમકી પણ આપી હોય. નફરતને લીધે કેટલીક વાર તો લોકો ઝઘડો કે મારપીટ કરે છે. દાદાગીરી અને તોડફોડ કરે છે. બીજાઓ પર હુમલા કરે છે, બળાત્કાર કરે છે અને ખૂન પણ કરે છે. અરે, ઘણી વાર તો આખેઆખી જાતિનું નામનિશાન મિટાવી દેવાનો પ્રયત્ન કરે છે.

આ મૅગેઝિનમાં જોઈશું કે આપણે કઈ રીતે મનમાંથી નફરત કાઢી શકીએ. એમાંથી તમને આ સવાલોના જવાબ પણ મળશે:

  • લોકો કેમ એકબીજાને આટલી બધી નફરત કરે છે?

  • લોકો કઈ રીતે મનમાંથી નફરત કાઢી શકે?

  • શું લોકો એકબીજાને ક્યારેય નફરત ન કરે એવું બની શકે?