સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નફરત હશે જ નહિ!

નફરત હશે જ નહિ!

આપણે પોતાનાં મનમાંથી નફરત કાઢી શકીએ, પણ બીજાઓનાં મનમાંથી નફરત કાઢી શકતા નથી. એટલે આજે અમુક લોકોએ બીજાઓનું કંઈ બગાડ્યું ન હોય, તોપણ તેઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે. તો સવાલ થાય કે, દુનિયામાંથી કોણ નફરતને હંમેશાં માટે કાઢી નાખશે?

યહોવા ઈશ્વર જ નફરતને હંમેશાં માટે કાઢી નાખશે. તેમણે વચન આપ્યું છે કે તે ચોક્કસ એવું કરશે જ.​—નીતિવચનો ૨૦:૨૨.

ભગવાન નફરતને જડમૂળમાંથી કાઢી નાખશે

  1. ૧. શેતાન. શેતાનનો એટલે કે ખરાબ દૂતનો જ ઈશ્વર નાશ કરી દેશે. તેણે જ આ દુનિયામાં નફરતની શરૂઆત કરી છે. ઈશ્વર એવા બધા લોકોનો પણ નાશ કરી દેશે જેઓ શેતાનની જેમ બીજાઓને નફરત કરે છે.​—ગીતશાસ્ત્ર ૩૭:૩૮; રોમનો ૧૬:૨૦.

  2. ૨. નફરતથી ભરેલી શેતાનની દુનિયા. ઈશ્વર આ દુનિયામાં નફરત ફેલાવનારી દરેક બાબતોને મિટાવી દેશે. પછી ક્યારેય કોઈ એવા નેતા કે ધર્મગુરુઓ નહિ હોય જેઓ લોકોમાં નફરત ફેલાવે છે. ઈશ્વર એવા લોકોનું પણ નામનિશાન મિટાવી દેશે જેઓ વેપાર-ધંધાને નામે લોકોને લૂંટે છે અને બેઈમાની કરે છે.​—૨ પિતર ૩:૧૩.

  3. ૩. માણસ માત્ર ભૂલને પાત્ર. બાઇબલમાં લખ્યું છે કે બધા માણસોને વારસામાં પાપ મળ્યું છે. તેથી, તેઓ ખોટું વિચારે છે અને ખોટાં કામો કરે છે. (રોમનો ૫:૧૨) એટલે તેઓ બીજાઓને નફરત કરે છે અને ખરાબ રીતે વર્તે છે. પણ ઈશ્વર બહુ જલદી જ માણસોને પાપની ગુલામીમાંથી આઝાદ કરશે. આપણા સ્વભાવમાંથી ખરાબ બાબતો દૂર કરવા મદદ કરશે. આમ દુનિયામાંથી નફરત હંમેશાં માટે દૂર થઈ જશે.​—યશાયા ૫૪:૧૩.

નફરત હશે જ નહિ—ઈશ્વરનું વચન

  1. ૧. બધાને ન્યાય મળશે. જલદી જ આખી ધરતી પર ઈશ્વરનું રાજ હશે. તેમનું રાજ્ય હંમેશાં ટકશે. (દાનિયેલ ૨:૪૪) તેમના રાજ્યમાં અન્યાય અને ભેદભાવ નહિ હોય. અરે, એવા લોકો પણ નહિ હોય જેઓનાં વિચારો ખરાબ છે. આજે જેઓ અન્યાયનો શિકાર બને છે તેઓ બધાને ઈશ્વર ન્યાય અપાવશે.​—લૂક ૧૮:૭.

  2. ૨. લોકો સુખચેનથી જીવશે. એ સમયે લડાઈ- ઝઘડા અને હિંસા નહિ થાય. (ગીતશાસ્ત્ર ૪૬:૯) આખી ધરતી પર ફક્ત સારા લોકો જ હશે. કોઈને કોઈનો ડર નહિ હોય, બધે જ શાંતિ હશે.​—ગીતશાસ્ત્ર ૭૨:૭.

  3. ૩. લોકોને કશાની ખોટ નહિ હોય અને તેઓ હંમેશ માટે જીવશે. દુનિયામાં બધા લોકો એકબીજાને પ્રેમ કરતા હશે. (માથ્થી ૨૨:૩૯) કોઈ દુઃખી નહિ હોય. અરે, અગાઉના ખરાબ બનાવો યાદ પણ નહિ આવે. (યશાયા ૬૫:૧૭) લોકો એકબીજાને નફરત નહિ કરે. તેઓ “સુખ-શાંતિથી જીવશે ને અનેરો આનંદ માણશે.”​—ગીતશાસ્ત્ર ૩૭:૧૧.

શું તમને એવી સુંદર દુનિયામાં જીવવું ગમશે? ચોક્કસ ગમશે. તમને એ જાણીને નવાઈ લાગશે કે આજે ઘણા લોકો બાઇબલની સલાહ પાળીને મનમાંથી નફરત દૂર કરી શક્યા છે. (ગીતશાસ્ત્ર ૩૭:૮) આખી દુનિયામાં લાખો સાક્ષીઓએ એવું કર્યું છે. ભલે તેઓનાં દેશ, જાતિ કે ભાષા અલગ અલગ છે. પણ તેઓ વચ્ચે કુટુંબ જેવો પ્રેમ અને એકતા છે.​—યશાયા ૨:૨-૪.

યહોવાના સાક્ષીઓને તમને એ જણાવવામાં ખુશી થશે કે, અન્યાય અને ભેદભાવ સહન કરવા બાઇબલમાંથી તેઓને કઈ રીતે મદદ મળી. તેઓ પાસેથી તમે ઘણી સારી વાતો શીખી શકો છો. એ પછી, ધીમે ધીમે તમે પણ બધા સાથે પ્રેમથી રહેવાનું શીખી શકશો. જેઓ કદી બીજાઓની કદર કરતા નથી અથવા બીજાઓને નફરત કરે છે, તેઓ સાથે પણ પ્રેમથી રહી શકશો. એમ કરવાથી, તમે ખુશ રહેશો અને બધા સાથે તમારા સંબંધો સારા રહેશે. સાક્ષીઓ તમને એ પણ શીખવશે કે તમે આજે શું કરી શકો જેથી ઈશ્વરના રાજ્યમાં જીવી શકો, જ્યાં નફરતનું નામનિશાન નહિ હોય.​—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.