સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરની સલાહથી થતો ફાયદો

ઈશ્વરની સલાહથી થતો ફાયદો

બાઇબલમાં માણસોના નહિ, પણ ઈશ્વરના વિચારો છે. એ કઈ રીતે કહી શકાય? હજારો વર્ષો પહેલાં, ઈશ્વરે પોતાના ભક્તોના મનમાં તેમના વિચારો મૂક્યા અને તેઓ પાસે એ લખાવી લીધા. એના પરથી કહી શકાય કે ‘આખું પવિત્ર શાસ્ત્ર એટલે કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે.’ —૨ તિમોથી ૩:૧૬.

ઈશ્વર ચાહે છે કે તમે તેમનું માર્ગદર્શન લો

“યહોવા કહે છે, ‘હું તમારા લાભ માટે શીખવું છું. તમારે જે માર્ગે ચાલવું જોઈએ એના પર હું તમને દોરી જાઉં છું. જો તમે મારી આજ્ઞા પાળશો તો તમારી શાંતિ નદીના જેવી અને તમારી સચ્ચાઈ દરિયાનાં મોજાં જેવી થશે!’”—યશાયા ૪૮:૧૭, ૧૮.

ઈશ્વર ચાહે છે કે આપણને મનની શાંતિ મળે અને હંમેશાં ખુશ રહીએ. એ માટે આપણે શું કરવું જોઈએ એ પણ તેમણે જણાવ્યું છે.

ઈશ્વરનું માર્ગદર્શન તમારા માટે

“બધા દેશોમાં ખુશખબરનો પ્રચાર થાય એ જરૂરી છે.”—માર્ક ૧૩:૧૦.

‘ખુશખબર’ શું છે? એ જ કે યહોવા ઈશ્વર બહુ જલદી દુઃખ-તકલીફોનો અંત લાવશે. આખી ધરતીને ખૂબસૂરત બગીચા જેવી બનાવી દેશે અને આપણા ગુજરી ગયેલાને જીવતા કરશે. યહોવાના સાક્ષીઓ એ ખુશખબર આખી દુનિયામાં ફેલાવે છે.