સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ટૂકેનની ચાંચ

ટૂકેનની ચાંચ

આનો રચનાર કોણ?

ટૂકેનની ચાંચ

◼ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં ટૂકેન પક્ષી રહે છે. એ સારી રીતે ઊડતું ન હોવાથી કૂદકા મારીને હરે-ફરે છે. ટૂકેનની અમુક જાતિ ઊંચે સાદે દેડકાં જેવો અવાજ કાઢે છે. જંગલમાં લગભગ એક કિલોમીટર દૂર એનો અવાજ સંભળાય છે. સાયન્ટિસ્ટને એની ચાંચ ગજબની લાગે છે.

જાણવા જેવું: અમુક ટૂકેનની ચાંચ એની લંબાઈના ત્રીજા ભાગ જેટલી હોય છે. એ જોવામાં બહુ ભારે લાગે છે, પણ એવું નથી. પ્રોફેસર માર્ક ઓન્ડ્‌રે મેયર્સ કહે છે: ‘ચાંચનું પડ કેરાટિન તત્ત્વનું બનેલું છે. આપણા વાળ અને આંગળીના નખ પણ એ જ તત્ત્વના બનેલા છે. ચાંચમાં એ તત્ત્વ ષટ્‌કોણ આકારના છે. છાપરાનાં નળિયાની જેમ એ એકબીજા પર ગોઠવેલા છે.’

ટૂકનની ચાંચ સ્પંજ જેવી છે. એનો અમુક ભાગ પોલો અને બીજા ભાગો જાળીવાળા હોય છે. આમ એની ચાંચ હલકી પણ કઠણ છે. પ્રોફેસર મેયર્સ કહે છે, ‘એની ચાંચ પરથી એમ જ લાગે કે જાણે ટૂકેને મિકેનિકલ એંજિનિયરીંગનો અભ્યાસ કર્યો છે.’

ગમે એવી ઠોકર લાગે તોય એની ચાંચને આંચ ન આવે. પ્રોફેસરનું માનવું છે કે એની ચાંચની રચના પરથી વિમાન કે કાર બનાવી શકાય તો કેટલું સારું! ‘એનાથી એક્સિડન્ટમાં ડ્રાઇવરને સારું રક્ષણ મળી શકે.’

વિચારવા જેવું: ટૂકનની હલકી પણ મજબૂત ચાંચ કોઈએ બનાવી કે જાતે આવી? (g09 01)

[પાન ૩૨ પર ડાયગ્રામ/ચિત્ર]

પોલા ભાગો

સ્પંજ જેવી રચના