સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“કોના પર ભરોસો મૂકવો?”

“કોના પર ભરોસો મૂકવો?”

“કોના પર ભરોસો મૂકવો?”

પશ્ચિમ આફ્રિકાની એક હૉસ્પિટલમાં બાર વર્ષના એક છોકરાને દાખલ કરવો પડ્યો. શા માટે? તેણે મૅલેરિયાની દવા લીધી હતી, જે તેની મા એક ભરોસાપાત્ર મેડિકલ સ્ટોરમાંથી લાવ્યાં હતા. પણ એ નકલી નીકળી! હૉસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે “છેલ્લા પંદર વર્ષથી બજારમાં નકલી દવાઓ વેચાય છે.” *

એશિયામાં જન્મેલા એક બાળકનું ભેળસેળવાળું દૂધ પીવાથી મોત થયું! તેનાં માબાપ એ જાણીને ચોંકી ગયા કે જેને પોષક દૂધ માનીને પોતાના બાળકને આપતા હતા, એમાં તો ખરાબ ચીજોની મિલાવટ થઈ હતી.

અમેરિકાના એક ભરોસાપાત્ર વેપારીએ પોતાના ઘરાકોને છેતરીને અબજો ડૉલરની કમાણી કરી! હજારોને જ્યારે ખબર પડી કે તેઓના પેન્શનના પૈસા ગાયબ છે, ત્યારે તેઓને માથે જાણે આભ તૂટી પડ્યું! એને “સદીની સૌથી મોટી છેતરપિંડી” કહેવામાં આવી.

દુનિયામાં આજે દરેકને આવી રીતે છેતરાવાનો કડવો અનુભવ થયો છે. ફ્રેન્ચ ન્યૂઝ પેપર લા મોન્દ કહે છે કે “કોના પર ભરોસો મૂકવો” એ એક મોટો સવાલ છે. એને લીધે જ આજે આખી દુનિયામાં પૈસાની તંગી પણ ઊભી થઈ છે.

આજે કોઈના પર “ભરોસો મૂકવો” કેમ મુશ્કેલ છે? શું એવું કોઈ છે, જેના પર તમે ભરોસો મૂકી શકો? (g10-E 10)

[ફુટનોટ]

^ ફ્રાન્સના પૅરિસમાં નીકળતા ન્યૂઝ પેપર લા ફીગારો પ્રમાણે.