સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મારા ધ્યેયો પૂરા કરવા હું શું કરું?

મારા ધ્યેયો પૂરા કરવા હું શું કરું?

યુવાનો પૂછે છે

મારા ધ્યેયો પૂરા કરવા હું શું કરું?

તમને શું કરવું ગમશે?

• હિંમત વધારવી

• મિત્રો વધારવા

• વધારે ખુશીથી જીવવું

આમ તો તમે એ બધુંય કરી શકો છો! પણ કેવી રીતે? ધ્યેયો બાંધો અને એ પૂરા કરો. ચાલો એના વિષે જોઈએ.

હિંમત વધારવી નાના નાના ધ્યેયો બાંધો અને પૂરા કરો. એનાથી મોટા ધ્યેયો બાંધવાની તમારી હિંમત વધશે. પછી, સાથી યુવાનો તરફથી આવતાં દબાણો જેવી નાની-મોટી તકલીફોનો ઉકેલ લાવતા પણ તમે અચકાશો નહિ. પોતાનામાં તમારો ભરોસો વધતો જોઈને, બીજા લોકો તમને માન આપશે. એના લીધે અમુક યુવાનો કદાચ ઓછું દબાણ કરે. અરે, કદાચ તેઓ તમારી હિંમતના વખાણ પણ કરે.—વધુ માહિતી: માત્થી ૫:૧૪-૧૬.

મિત્રો વધારવા બધાને એવા લોકોની દોસ્તી ગમે છે, જેઓને જીવનમાં કંઈક કરવાનો ધ્યેય હોય. એવા લોકો ગમે જેઓએ નક્કી કર્યું હોય કે જીવનમાં શું કરવું અને એના માટે સખત મહેનત કરતા હોય. જ્યારે બીજાઓ તમારા ધ્યેયને લીધે દોસ્તીનો હાથ લંબાવે, ત્યારે મોટે ભાગે તેઓ એ ધ્યેય પૂરો કરવા મદદ કરનાર બને છે.—સભાશિક્ષક ૪:૯, ૧૦.

વધારે ખુશીથી જીવવું જીવનમાં આપોઆપ કંઈક બનશે, એની રાહ જોતા બેસી રહેવાનો કેટલો કંટાળો આવે. જ્યારે કે તમે ધ્યેય બાંધો અને એ પૂરો કરો, ત્યારે કેવું સરસ લાગે! જીવનમાં કંઈક કર્યાનો સંતોષ થાય, ખરું ને! એટલે જ પહેલી સદીના ઈશ્વરભક્ત પાઊલે આમ કહ્યું: “ધ્યેયને લક્ષમાં રાખીને હું નિશાન તરફ દોડી રહ્યો છું.” (૧ કરિંથી ૯:૨૬, IBSI) જેમ જેમ તમે મોટા ધ્યેયો બાંધશો અને પૂરા કરશો, તેમ તેમ તમારી ખુશી વધતી જશે.

શું હવે તમે ધ્યેય બાંધવા તૈયાર છો? જમણી બાજુનું પાન કાપો અને વાળી લો. ત્યાર બાદ એક પછી એક પગલું ભરતા જાવ. * (g10-E 10)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ]

^ આ સૂચનો અમુક અઠવાડિયાં કે મહિના ચાલે, એવા ધ્યેયો પૂરા કરવા મદદ કરશે. આ જ સિદ્ધાંતો પાળીને મોટા ધ્યેયો પણ પૂરા કરી શકો.

આના વિષે વિચાર કરો

● શું એક સાથે ઘણા ધ્યેયો બાંધવા જોઈએ?—ફિલિપી ૧:૧૦.

● ધ્યેય બાંધવાનો અર્થ શું એવો થાય કે જીવનની દરેક મિનિટનો પ્લાન ઘડી નાખવો?—એફેસી પ:૧૫.

[પાન ૨૧,૨૨ પર બોક્સ/ચિત્ર]

ધ્યેયો કઈ રીતે પૂરા કરવા

નક્કી કરો નીતિવચનો ૪:૨૫, ૨૬

“મોટા ધ્યેયો બાંધતા ડરો નહિ. બીજાઓએ એવા ધ્યેયો પૂરા કર્યા હોય તો, તમે પણ ચોક્કસ કરી શકો છો.”—રોબિન.

૧. ધ્યેયો બાંધવા મગજ ચલાવો. ધ્યેયો બાંધવાની મજા લો. એમાં ન ડૂબી જાવ કે હું શું કરીશ. જેટલા આઇડિયા મનમાં આવે લખી લો. ઓછામાં ઓછા દસથી વીસ લખી નાખો.

૨. તમારા આઇડિયા વિચારો. કયા આઇડિયામાં વધારે મજા આવશે? કયામાં વધારે મહેનત કરવી પડશે? કયો પૂરો કરવાનો તમને ગર્વ થશે? જે તમારા માટે મહત્ત્વના હોય, એ સૌથી સારા ધ્યેયો કહેવાય.

૩. પસંદગી કરો. પહેલા તો એવા ધ્યેય બાંધો, જે થોડા દિવસમાં પૂરા કરી શકો. એ પછી થોડા લાંબા સમયના (અમુક અઠવાડિયાં કે મહિનાઓ માટેના) ધ્યેય બાંધો. તમારી પસંદગી પ્રમાણે એ પૂરા કરવાનું લિસ્ટ બનાવો.

અમુક ધ્યેયો

મિત્રતા મારી ઉંમરનો ન હોય એવો એક મિત્ર બનાવવો. જૂના મિત્ર સાથે પાછી દોસ્તી બાંધવી.

તંદુરસ્તી દર અઠવાડિયે ૯૦ મિનિટ જેટલી કસરત કરવી. રોજ આઠ કલાક ઊંઘ લેવી.

સ્કૂલ ગણિતમાં સારા માર્ક લાવવા મહેનત કરવી. પરીક્ષામાં ચોરી કરવા બીજાઓ દબાણ મૂકે તોપણ ચોખ્ખી ના પાડવી.

ભક્તિ દરરોજ પંદર મિનિટ બાઇબલ વાંચવું. આ અઠવાડિયે ક્લાસમાં કોઈને મારી શ્રદ્ધા વિષે જણાવવું.

પ્લાન કરો નીતિવચનો ૨૧:૫

“ધ્યેયો બાંધવાની મજા તો આવે, પણ પૂરા કરવાના પ્લાન ન ઘડો તો, ધ્યેય જ રહી જશે. એ કદીયે પૂરા નહિ થાય.”—ડેરીક.

તમે પસંદ કરેલા દરેક ધ્યેય માટે આ પ્રમાણે કરો:

૧. ધ્યેય લખો.

૨. પૂરો કરવાનો સમય. એ નક્કી નહિ કરો તો ધ્યેય અધૂરો રહી જશે!

૩. કયાં પગલાં ભરવા?

૪. તકલીફ. વિચારો કે એમ થાય તો શું કરશો.

૫. કરાર કરો. પોતાને વચન આપો કે બનતું બધું જ કરશો. સહી કરીને તારીખ લખો.

અંગ્રેજી શીખવું અમેરિકા જવા માટે જુલાઈ ૧

પગલાં

૧. એ ભાષા શીખવતું પુસ્તક લેવું.

૨. દર અઠવાડિયે દસ નવા શબ્દો શીખવા

૩. બીજા લોકોનું અંગ્રેજી સાંભળવું.

૪. પોતાના વ્યાકરણ અને ઉચ્ચાર વિષે કોઈને પૂછવું.

તકલીફ

નજીકમાં કોઈ અંગ્રેજી બોલતું ન હોય

તકલીફનો ઉકેલ

અંગ્રેજીમાં ઑડિયો રેકોર્ડિંગ સાંભળવું

․․․․․ ․․․․․

સહી તારીખ

પગલાં ભરો! યોહાન ૧૩:૧૭

“ધ્યેયો પરથી ધ્યાન સહેલાઈથી ભટકી જઈ શકે અને કદાચ એક બાજુએ રહી જાય. એટલે ધ્યાન રાખીને એ પૂરા કરવા મહેનત કરતા રહો.”—એરીકા.

તરત જ શરૂઆત કરો. વિચારો કે ‘મારા ધ્યેયની શરૂઆત કરવા આજે શું કરું?’ ખરું કે એની બધી જ માહિતી હજુ તમે જાણતા ન હોવ. પણ શરૂઆત કરવા માટે રાહ ન જુઓ. બાઇબલ જણાવે છે કે “જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહિ.” (સભાશિક્ષક ૧૧:૪) ભલે થોડી તો થોડી, પણ આજે જ શરૂઆત કરો.

રોજ ધ્યેયો પર નજર નાખો. દરેક ધ્યેય તમારા માટે કેમ મહત્ત્વનો છે, એ યાદ કરો. પ્રગતિ જોવા, જે પગલું પૂરું કરો, એની બાજુમાં ✔ કરતા જાવ (અથવા એની બાજુમાં પૂરું થયાની તારીખ લખો).

કડકાઈથી ન વર્તો. પ્લાન ગમે એટલા સારા હોય, સમય જતાં કદાચ એમાં ફેરફાર કરવા પણ પડે. એમાં કંઈ ખોટું નથી. પ્લાન પ્રમાણે જ કરવાની હઠ ન પકડો. ધ્યેય પૂરો કરવા બનતું બધું જ કરો.

કલ્પના કરો. તમે એક ધ્યેય પૂરો કરી નાખ્યો છે એવી કલ્પના કરો. એનાથી તમને કેટલો સંતોષ થાય છે! હવે એ ધ્યેય પૂરો કરવા ભરેલાં દરેક પગલાંનો વિચાર કરો. કલ્પના કરો કે તમે એક પછી એક દરેક પગલું પૂરું કરી રહ્યા છો. છેવટે, એ ધ્યેય પૂરો કરો છો. એની કેટલી ખુશી થાય છે! હવે હકીકતમાં એ ધ્યેય પૂરો કરવા પગલાં ભરો.

[ચિત્ર]

ધ્યેયો પ્લાન જેવા છે, જેના પરથી થતું બાંધકામ મહેનત માંગી લે છે

[પાન ૨૧ પર બોક્સ/ચિત્ર]

બીજા યુવાનો શું કહે છે?

“જો કોઈ ધ્યેય ન હોય, કશાની ઇંતેજારી ન હોય, તો સહેલાઈથી નિરાશ થઈ જવાય. પણ ધ્યેય બાંધો અને પૂરા કરો ત્યારે, ઘણો સંતોષ મળે છે.”—રીડ.

“તમારો ધ્યેય ધારેલા સમયમાં પૂરો ન કરી શકો તો, પોતાને નકામા ન ગણો. એનાથી નિરાશ થઈ જવાશે. પણ પ્રયત્ન કરતા રહો.”—કોરી.

“તમારા જેવા ધ્યેયો પૂરા કરનારા સાથે વાત કરો. તેઓ ઉત્તેજન આપશે, વધારે સૂચનો પણ આપી શકે. કુટુંબને પણ તમારા ધ્યેયો જણાવો. તેઓ પણ મદદ કરી શકે.”—જુલિયા.

[પાન ૨૦ પર ડાયગ્રામ]

લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ

કાપો

વાળો