સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રેમનું બંધન

પ્રેમનું બંધન

ડાઉનલોડ:

  1. ૧. યાહથી મળી, એક પ્રેમની સોગાત

    ફૂલોની જેમ, દિલ ખીલ્યું મારું

    વસી હૈયે તું મારી રાણી

    ફેલાઈ જીવનમાં ખૂશબૂ મીઠી

    (ટેક)

    પ્રેમની સુંદર વાત છે, શરૂઆત નવી છે

    સાથ છે ઈશ્વરનો 

    હંમેશાં

    મારું મન તો રંગાય છે, તારા પ્રેમ રંગે 

    ચાલીશ જીવનભર, તારી સંગે 

    તું વ્હાલી મારી

    વ્હાલમ મારો

  2. ૨. જો આવે તોફાન

    રાખું આશા હું યહોવામાં

    પ્રેમનું આ બંધન કદી ના તૂટે

    તારો મારો સાથ કદી ના છૂટે

    ના ના છૂટે ના

    (ટેક)

    પ્રેમની સુંદર વાત છે, શરૂઆત નવી છે

    સાથ છે ઈશ્વરનો

    હંમેશાં

    મારું મન તો રંગાય છે, તારા પ્રેમ રંગે

    ચાલીશ જીવનભર, તારી સંગે

    તું વ્હાલી મારી

    વ્હાલમ મારો

    (ખાસ પંક્તિઓ)

    ના હારે કદી આ પ્રેમ

    આપણી સાથે તો છે ઈશ્વર યહોવા

    જીવનભર ઝાલીને હાથ ચાલીશ તારો

    તું છે એક અંશ મારો, હું હમસફર તારો

    તારા વિના છે મારું, જીવન અધૂરું

    તારાથી એ થયું છે પૂરું

  3. ૩. કહું દિલની વાત હું તને

    નઈ ચાલે રે મને તારા વિના

    મારા પ્રેમનો ઝરો તારા માટે

    હંમેશાં ને હંમેશાં વ્હેશે

    હા વ્હેશે

    (ટેક)

    પ્રેમની સુંદર વાત છે, શરૂઆત નવી છે

    સાથ છે ઈશ્વરનો

    હંમેશાં

    મારું મન તો રંગાય છે, તારા પ્રેમ રંગે

    ચાલીશ જીવનભર, તારી સંગે

    તું વ્હાલી મારી

    વ્હાલમ મારો

    ચાલીશ જીવનભર, તારી સંગે

    તું વ્હાલી મારી