સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

લોકો સાથે વાતચીત શરૂ કરવામાં ખુશી મેળવીએ

લોકો સાથે વાતચીત શરૂ કરવામાં ખુશી મેળવીએ

તક મળે ત્યારે લોકો સાથે વાત કરવાનું આપણને ગમે છે અને એ સાક્ષી આપવાની એક સારી રીત પણ છે. પણ અમુક વાર વાત શરૂ કરવાના વિચારથી જ ડર લાગે, કેમ કે એ સમયે આપણું પૂરું ધ્યાન કદાચ બાઇબલની વાત જણાવવા પર હોય. પણ ખુશખબર કઈ રીતે જણાવશો એની ચિંતા કરવાને બદલે વ્યક્તિમાં રસ બતાવો. (માથ ૨૨:૩૯; ફિલિ ૨:૪) જો વાતવાતમાં તક મળે, તો આપણે ઈશ્વર વિશે જણાવી શકીએ અને મદદ માટે આપણી પાસે ઘણું સાહિત્ય છે.

ધારો કે વાતચીત દરમિયાન કોઈ વિષય ઊભો થાય છે, જેમ કે કુટુંબ કે ભવિષ્ય. તો ખુશખબર જણાવવા નીચે આપેલાં સાધનો તમને કઈ રીતે મદદ કરી શકે?

“લોઢું લોઢાને તેજદાર બનાવે છે”—વાતચીત શરૂ કરો વીડિયો જુઓ અને પછી આ સવાલનો જવાબ આપો:

વાતચીત શરૂ કરવાની આવડતમાં સુધારો કરવા કયાં ત્રણ પગલાં મદદ કરશે?